શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં છેલ્લા દસેક દિવસથી ગટર ઉભરાઈ હોય રસ્તા પર ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે. લોકોને તથા વાહન ચાલકોને પસાર થવામાં પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી ડ્રેનેજની સફાઈ કરવામાં ન આવી હોય વિસ્તારના રહીશોમાં રોષ ફેલાયો છે.