ટીબીના કરારબધ્ધ કર્મચારીઓ દ્વારા સરકાર પર શોષણનો આક્ષેપ

1232

રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ હેઠળ વર્ષોથી પાયાની અને મહત્વની કામગીરી સાથે સંકળાયેલા કરારબધ્ધ કર્મચારીઓની પગાર વધારા સહિતની માંગણીઓ અન્વયે તાજેતરમાં જે આદેશ કરવામાં આવ્યો છે તેને લઈને રોષ ભભુકી ઉઠયો છે. સરકાર પર શોષણનો આક્ષેપ મુકવા સાથે આગામી ૭ જુનના રોજ દર્દી અને જનહિતને ધ્યાને રાખી જિલ્લા અને રાજ્ય સ્તરે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

ટીબીના કરારબધ્ધ કર્મચારીઓ માટે મહેનતાણા વધારા- વેતન વધારા સંદર્ભે કરવામાં આવેલા આદેશને લઈને આક્રોશ ફેલાયો છે.

આ પ્રકારનો આદેશ કરીને પાયાના કર્મચારીઓ સાથે ક્રુર મજાક કરવામાં આવી હોવાનું ચિત્ર ઉપસ્યું છે. એનએચએમના ડાયરેક્ટર અને જવાબદાર તમામ વિશ્લેષક કામગીરી પછી પણ આ આદેશથી કર્મચારીઓ ફરી એકવાર શોષણનિતીનો ભોગ બન્યાનો અહેસાસ થયો છે. આ આદેશ અન્યાયી, અસમાનત અને શોષણયુક્ત જોગવાઈઓથી સભર હોવાનો ગણાવવામાં આવ્યો છે.

પગારવધારાના આદેશનો સમગ્ર આરએનટી સીપી કર્મચારીગણ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે. સરકારને બચતના નામે સતત વહાલા રહેતા અને નાના તથા પાયાના કર્મચારીઓનું આવશ્યક સેવાઓમાં સતત કરાર પધ્ધતિ અને ફિક્સ પેના નામે શોષણકર્તા અધિકારીઓ સામે વિરોધનો સુર ઉઠયો છે. મહેનતાણા વધારા સંદર્ભે પુનઃન્યાયિક વિચારણા કરવાનો આદેશ આપવામાં આવે તે માટેની અપીલ કરતો લેખિત પત્ર સંઘપ્રમુખ હેમાંશુ પંડયા દ્વારા જવાબદારી અધિકારી સહિત રાજ્યપાલ, મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રીની કચેરીએ આપવામાં આવ્યો છે અને નિયત સમય-મર્યાદામાં કાર્યવાહી કરવા જણાવાયું છે. જો આદેશ નહી કરવામાં આવે તો આગામી ૭ જુનના રોજ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અને ઉચ્ચ અધિકારીઓની ભ્રષ્ટતાને પણ ખુલ્લી પાડવામાં આવશે.

Previous articleવિકાસની ઝંખતી દહેગામની જર્જરીત તાલુકા પંચાયત કચેરી
Next articleસેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા મીની મેરેથોન દોડનું આયોજન