ભાવનગરને નવી મેન્ટલ હોસ્પિટલ મંજુર કરાઈ છે તે લેપ્રેસિ હોસ્પિટલ પાસે એકસલ સામે બને માનસીક રોગોથી પીડીત લોકોને સંપૂર્મ સારવાર મળે તે માટે ૪ કરોડ રૂપીયાની બાંધકામ માટે મંજુર કરાયેલ છે. આ માટે સુપ્રિટેન્ડન્ટ મેન્ટલ હોસ્પિટલ, વડોદરા, ડો. રાકેશ શાહ અને ભાવનગર સર.ટી.ના સાયકીયાટ્રીક વિભાગના વડા ડો. ભરત પંચાલ વિગેરે ઉપસ્થિત હતા. તથા સર.ટી. હોસ્પિટલને નવો સેન્ટ્રલ દવાનો સ્ટોર મળે સીએમએસઓ સેન્ટ્રલ મેડીકલ સ્ટોર મળે જેને પણ લેપ્રેસિ હોસ્પિટલ ખાતે કાર્યરત કરાશે. હાલ સર ટી હોસ્પિટલમાં માત્ર એકાદ મહિનાનો સ્ટોક હોય વધુ જરૂર હોય ત્યારે સેન્ટ્રલ સ્ટોરમાંથી અમદાવાદ, રાજકોટથી મંગાવવો પડે તેવું ના બને માટે ભાવનગર ખાતે જ આ દવાનો મોટો જથ્થો હોય તેવો સેન્ટ્રલ સ્ટોર બનાવાશે. આ માટે વિવિધ અધિકારીઓ સ્ટેટ લેવલના જીએમએસીએલ ના એમ.ડી. પંડ્યા અધિક નિયામક ડો. મહેતા ઉપસ્થિત રહેલ. આ ઉપરોક્ત બન્ને કામો ઝડપથી હાથ ધરવા રાજ્ય સરકારના મેડીકલ ડાયરેકટર ડો.પ્રભાકર તેમના અધિકારીઓના કાફલા સાથે ભાવનગરના સર ટીના ડીન સુપ્રિટેન્ડન્ટ ઉપસ્થિત રહેલ આ માટે મેડીકલ કોલેજ ખાતે મિટીંગ કરી બાદ લેપ્રેસિ હોસ્પિટલની સ્થળ મુલાકાત લીધી હતી.