રાણપુર તાલુકા પંચાયત કચેરી ખાતે ખાલી દારૂની બોટલ મળી

2937

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકામાં અને રાણપુર ને સંપુર્ણ પ્લાસ્ટીક અને કચરા મુક્ત કરવાના અભિયાન માટે ડી.ડી.ઓ.એ તાલુકા વિકાસ અધિકારી નો સ્ટાફ,રાણપુર ગ્રામ પંચાયતનો સ્ટાફ તથા અન્ય સરકારી સ્ટાફની મિટીંગ લઈ સ્વચ્છતા અભિયાનનો આવતીકાલે પ્રારંભ કરવામાં આવનાર છે ત્યારે રાણપુર તાલુકા પંચાયતના પ્રાગણમાં પાછળના ભાગે આંટો મારતા ખાલી દારૂની બોટલો મળી આવેલ છે ખુદ તાલુકા વિકાસ અધિકારી ની કચેરીની અંદર જ દારૂની ખાલી બોટલો મળતા લોકો અચંબામાં પડી ગયા હતા આ બાબત ડી.ડી.ઓ.બોટાદ સાથે વાત કરતા મને આ બાબત જાણ નથી તથા આ સાચુ હશે તો કડક માં કડક પગલા ભરવામા આવશે તેમ ડી.ડી.ઓ.એ જણાવેલ છે.

Previous articleલેપ્રેસી હોસ્પિટલનું ૪ કરોડનાં ખર્ચે સંપૂર્ણ બાંધકામ કરાશે
Next articleખંભાતથી ચોરી થયેલ બાઈક સાથે શખ્સ ઝબ્બે