ધાતરવાડી નદીની કરાયેલી સફાઈ, આગેવાનો મુલાકાતે

1149

રાજુલા તાલુકાના રામપરા ખાતે સરપંચ સનાભાઈ વાઘ દ્વારા તેમજ તેમની પંચાયત બોડીના સાદુળભાઈ વાઘ સહિતની ટીમ દ્વારા ધાતરવાડી નદીમાં જંગલ જેવી પરિસ્થિતી હોય તે નદી સફાઈ માટે જીસીબી જેવા સાધનોથી સતત આઠ દિવસ સુધી કામગીરી કરી એકદમ ચોખી નદી બનાવી દેવાઈ જે આઝાદી પછી સૌ પ્રથમવાર નદી સફાી કરાઈ જેની તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અરજણભાઈ વાઘે મુલાકાત લીધી તેમજ સનાભાઈ વાઘ દ્વારા ધાતરવડી નદીમાં સામે કાંઠે જતા આવતા રસ્તો જ ન હતો માત્ર જંગલ હતુ તે નદી ઉપર ચેકડેમ વીથ કોઝવે બનાવી ઉમદા કાર્ય કરવાથી આજુબાજુની ૨૦૦૦ વીઘા જમીન ચેકડેમમાં મીઠુ પાણી ભરાવાથી દરીયાની ખારાશ અટકશે જે કામગીરી પ્રેરણાદાયક બની તેમજ સરપંચ દ્વારા સરકારમાં એવી રજુઆત કરી છે કે જો દરીયા કીનારામાં હજુ એક આ નદી ઉપર ચેકડેમ મંદુર કરી આપે તો આજુબાજુની ૩૦૦૦ વિઘા જમીનમાં ભળી ગયેલ દરિયાનું ખારૂ પાણીથી હાલ કોઈ વાડી કુવા થતા નથી તે ચેકડેમ બને તો રામપરા ગામ તથા આ વિસ્તાર હરિયાળો બની જાય તેવી સરકારમાં રજુઆત કરી છે.

Previous articleખંભાતથી ચોરી થયેલ બાઈક સાથે શખ્સ ઝબ્બે
Next articleરાણપુરમાં પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન અર્થે મિટીંગ યોજાઈ