ભાવ. યુનિ. સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરની વિદ્યાર્થીનીઓનો મહાબળેશ્વર-ઈમેજીકાનો પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓનો ૬ દિવસનો પ્રવાસ યોજવામાં આવ્યો હતો. નંદકુંવરબા મહિલા કોલેજ વિદ્યાર્થીનીઓ માટે આવા અનેક કાર્યક્રમો કરે છે. આ પ્રવાસ દરમ્યાન કોલેજની વિદ્યાર્થીનીઓએ ખંડાલા, લોનાવાલા અને પંચગીનીના જોવાલાયક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી. મહાબળેશ્વર મંદિર, સાઈટ સીન, મંકી પોઈન્ટ, રૂષી પોઈન્ટ, હોર્સ-રાઈડીંગ, ખંડાલા સાઈટ સીન, શુટીંગ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ, ટાઈગલ હીલ અને પંચગીની દર્શન જેવા સ્થળોની મુલાકાત લીધી હતી.