દામનગર પુરબીયા શેરી ગરબી મંડળ દ્વારા એકસો બે વર્ષથી નિર્દોષ મનોરંજન આપતા પુરબીયા શેરી ગરબી મંડળના યુવાનો દ્વારા વેશભૂષા સાથે ધાર્મિક-સાંસ્કૃતિકને સત્ય ઘટના આધારિત પાત્રોને આબેહુબ ભજવતા યુવકો રાજા રજવાડાને શૂરવીર ગાથાઓને કલા દ્વારા જીવંત રાખતા પુરબીયા શેરી ગરબી મંડળના યુવાનો ઈતિહાસમાં બનેલ સત્ય ઘટના આધારિત બાબતોને આબેહુબ અભિનયમાં ઓતપ્રોત યુવાનો દ્વારા મુક્ત મનોરંજન માણતા હજારો ભાવિકો નવ દિવસ સતત નિર્દોષ મનોરંજન પીરસતા પુરબીયા શેરી ગરબી મંડળના યુવાનોની કલાને નિહાળવા ભારે ભીડ થાય છે.