પાલીતાણા ન.પા. પ્રમુખ તરીકે જયપાલસિંહ ગોહિલ ચૂંટાયા

1932

આજે સવારે નિયત સમયે પ્રાંત અધિકારીની ઉપસ્થિતીમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભાજપ કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારો પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી સભાખંડ પહોચ્યા હતા જ્યારે ભાજપના તમામ ૨૨ નગરસેવકો, કોંગ્રેસના ૧૧ અને અપક્ષ ૧ નગરસેવક હાજર રહ્યા હતા ભાજપ તરફથી પ્રમુખ માટે જયપાલસિંહ એચ. ગોહિલ કોંગ્રેસ તરફથી પ્રવિણભાઈ ગઢવીએ દાવેદારી નોંધાવી હતી જેમાં ભાજપના જયપાલસિંહને ગૃહમાંથી ૨૧ મત મળેલ જ્યારે કોંગ્રેસના પ્રવિણભાઈ ગઢવીને ૧૩ મત મળેલ હતાં ભાજપમાંથી સવિતાબેન વલ્લભભાઈ મકવાણા વોર્ડ નં.૭ના નેગરસેવક તેમજ અપક્ષ ઈબ્રાહીમભાઈ હસનભાઈ સૈયદ વોર્ડ નં.૪એ કોંગ્રેસના ઉમેદવાર તરફ મતદાન કર્યુ તેમજ વોર્ડ નં.૧ના વિક્રમભાઈ ભજનલાલ અને ગીતાબેન અરવિંદભાઈ શિયાળ ખરાબ સ્વાસ્થ્યનું કારણ આપી ગેરહાજર રહ્યા જે બંને નગરસેવક કોંગ્રેસના વોર્ડ નં.ના છે.

ભારે રસાકસી બાદ છેલ્લા ચૂંટણીની તારીખ જાહેર થઈ ત્યારથી ભાજપ કોંગ્રેસ પોતાના નગરસેવકોને સમજજાવાના પ્રયત્ન શરૂ કરી દીધેલ અંતે ઘીના ઠામમાં ઘી પડતા ભાજપના કદાવર નેતાઓએ હાશકારો થયો હતો.

પ્રમુખ જયપાલસિંહ એચ.ગોહિલ વોર્ડ નં.૨ ના ચૂંટાયેલા નગરસેવક છે. જ્યારે ઉપપ્રમુખ વોર્ડ નં.૭ ઉસ્માનભાઈ સુવાલી સૈયદ ચુટાયા હતી. ભાજપના સમર્થકએ ફટાકડા ફોડી ઉજવણી કરેલ હતી.

પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા કોંગીનાં ચાર સભ્યો છ વર્ષ માટે સસ્પેન્ડ

પાલીતાણા નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી આજરોજ યોજાયેલ હતી જેમાં કોંગ્રેસ પક્ષના વોર્ડ નં.૧ના સદસ્યો ધર્મેન્દ્રસિંહ મહાવીરસિંહ સરવૈયા (ઓમદેવસિંહ, વિક્રમભાઈ ભજનમલ રૂપેજા, ગીતાબેન અરવિંદભાઈ શિયાળ અને કિરણબેન ગોવિંદગલ કુકડેજાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ તેમજ કોંગ્રેસ પક્ષના વ્હીપનો અનાદર કરવા બદલ ચારેય સભ્યોને કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભઅયપદેથી જિલ્લા પ્રમુખ દ્વારા છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવેલ.

Previous articleમહુવા ન.પા.માં કોંગ્રેસે સત્તા છીનવી ભાજપના આઠ સભ્યો વિરૂધ્ધ થયા
Next articleરાજકોટમાં પાણીના પાઉચ પર પ્રતિબંધ, કમિશનરે લીધો નિર્ણય