પાટીદાર અનામત આંદોલનને લઈને જે નેતાઓ અને સાથીઓ હતા, તેમને નાણાંકીય ઓફર મળવાના મેસેજ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા. તો બીજી તરફ ખુદ હાર્દિક પટેલે કેટલાક વોટ્સએપ ગ્રૂપ પર આ મેસેજ વાઈરલ કર્યા હતા. ત્યારે હાર્દિક પટેલના પૂર્વ સાથી દિનેશ બાંભણીયાએ હાર્દિક પટેલ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી છે. તેમણે અડાલજ પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરતી અરજી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાસના પૂર્વ સાથીદારોનો વિવાદ વધુ વકર્યો હોવાનું સ્પષ્ટ દેખાય છે. ગઈકાલે હાર્દિક પટેલે નેતાઓને કરોડોની ખરીદીનો આરોપ અને પાસના પૂર્વ કન્વીનર વેચાયો હોવાનો આરોપ લગાવ્યો હતો. તેના વિરુદ્ધ આજે દિનેશ બાંભણીયાએ હાર્દિક પટેલ વિરુદ્ધ અડાલજ પોલીસ સ્ટેશનમાં બદનક્ષીની અરજી કરી છે.
દિનેશ બાંભણીયાએ હાર્દિક સામે બદનામ કરવાનું ષડયંત્ર રચીને આક્ષેપ કરાયો હોવાનું નિવેદન આપ્યું હતું. આ ફરિયાદ અંગે દિનેશ બાંભણિયાએ કહ્યું ક, હાર્દિકના આક્ષેપો પાયાવિહોણા છે. મેં હાર્દિક સામે બદનક્ષીની ફરિયાદ કરી છે. અમે પાટીદાર અનામતના આંદોલનમાં સાથે હતા. પરંતુ રાજકીય એજન્ડા સાથેના સંબંધમાં અમે સાથે નથી.
સમાજને ન્યાય માટે સાચી લડાઈ લડવી જોઈએ. જો હાર્દિકના આરોપ સાચા હશે તો જાહેર જીવન છોડી દઈશ. કોંગ્રેસ પાસેથી ટીકિટ અપાયાનું હાર્દિકે સ્વીકાર્યું છે. સત્યના પ્રયોગોમાં હાર્દિકે સ્વીકાર્યું હતું. તેમણે કહ્યું કે, હાર્દિક પટેલ આંદોલનના નામે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો છે.