સૌરાષ્ટ્રમાં ફરી મેધરાજાની મોજ વરસી છે. રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારમાં એકાએક જ બપોર બાદ મેધરાજે ધમાકેદાર એન્ટ્રી કરી છે. વાતાવરણમાં પલટા સાથે કોટડાસાંગાણી પંથકમાં મોટા છાંટે વરસાદ વરસ્યો છે. નજીકના અમુક ગામડાંઓમાં બપોર બાદ વાદળછાયું વાતાવરણ બન્યું ને તેની સાથે જ જોરદાર પવન અને વરસાદ શરૂ થઈ ગયો હતો.
આ શિવાય ગોંડલ ઉપરાંત નજીક ગામોમાં વાદળ છાયું વાતાવરણ થયું છે. આ પંથકના લોકોમાં કાળઝાળ ૪૫ ડિગ્રી તાપમાન વચ્ચે અચાનક વરસાદ આવતા ખુશીનો માહોલ સર્જાયો છે. આ સાથે બાળકોને તો મેધરાજાની મોજ એટલી તે ફાવી ગઇ કે અગાશી અને છાપરાના દદુડાઓ નીચે નાહવાની મજા આવી ગઈ છે. મોટાભાગે જોવા જઈ તો ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં વરસાદ ચોમાસું શરૂ થયાને અર્થાત્ ૧૫ જુન પછી મોડે મોડેથી પધરામણી કરતો હોય છે. પણ આ વર્ષે મેધરાજા કંઇક નવા જ મુડમાં સૌરાષ્ટ્ર વાસીઓને અને ખાસ કરી ધરતીપુત્રોને ખુશખુશાલ કરી દેવાના મૂડમાં છે.