તા.૨૮-૫-ર૦૧૮ થી ૩-૬-ર૦૧૮ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય

1619

મેષ (અ.લ.ઈ)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ધન સ્થાનમાં સૂર્ય બુધનો શુભ આદિત્ય યોગ અને ગુર ચંદ્રનો ગજકેસરી યોગ આર્થીક અને શારિરીક રીતે શુભ ફળ આપે છે માત્ર સુખ સ્થાનમા રાહુગ્રહનો બંધન યોગ માન્સીક ચિંતા અને કાલ્પનીક ભય આપે છે જે અશુભ છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનૂ નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે બુધવારના વ્રત વિષ્ણુ ભગવાનનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
વૃષભ (બ.વ.ઉ)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર સૂર્ય બુધનો શુભ આદિત્ય યોગ કાર્ય સફળતાના યોગ આપે છે નવા કાર્યોની શરૂઆત પણ શુભ રહેશે માત્ર ગુરૂ ગ્રહની નિર્બળતા અને શનીગ્રહની પનોતી શરૂ છે. તેથી વધુ પડતી અપેક્ષાથી દુર રહેવું મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે આપનું આરોગ્ય ચિંતા માગી લેશે આર્થિક અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થીઓ માટે મિશ્રફળદાયી સમય રહેશે.
મિથુન (ક.છ.ઘ)
મીત્ર આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સુર્ય બુધ કોર અને મંગળનો અશુભ બંધનયોગ કાર્યોમાં નિષ્ફળતા અને નિરાશા આપી શકે છે. માત્ર જન્મચંદ્ર ઉપરથી શુક્રનું ભ્રમણ ગમે તેવી પરિસ્થિતીમા પણ મોજ મસ્તી અને આનંદ આપી શકે છે. તેથી સાદગીમાં જીવવી જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદ ન સર્જાય તે જોશો ભાઈ બહેનોનું આરોગ્ય ચિંતા માગી લેશે આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થીક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
કર્ક (ડ.હ.)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના આર્શીવાદ મળે છે અચાનક કાર્ય સફળતાના યોગ પણ મળે છે. નવાકાર્યો માટે પણ સમય શુભ છે માત્ર મહત્વના કાર્યોમાં અન્યની સલાહથી લાભ રહેશે તેથી વિશ્વાસ કેળવવો મિલ્કત અને વિલવારસાના કાર્યોનૂ નિરાકરણ મળશે જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે માતાનું આરોગ્ય ચિંતા માંગી લેશે આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.
સિંહ (મ.ટ)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી રાહુ ગ્રહનો બંધનયોગ અને કર્મસ્થાનમા સૂર્ય બુધનો આદિત્ય યોગ અશુભ સમયસર પણ શુભ સમય આપી શકે છે માત્ર કાર્યક્ષમતામા વૃદ્ધી અને નિરપેક્ષ ભાવના કેળવવાનું સૂચવે છે મિલ્કત અને વિલવારસાના કાર્યોનૂં નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જિવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બૂધવારના વ્રત અને વિષ્ણુ સહસ્ત્રના હજાર નામ જપવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
કન્યા (પ.ઠ.ણ)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ધનસ્થાનમાં ગુરૂ ગ્રહનુ ભ્રમણ શુભફળ આપે છે. પણ શનીગ્રહની પનોતીનો કપરો સમય દરેક કાર્યોમાં અડચણો આપી શકે છે. નસીબનો સહકાર નથી મળતો માટે જેટલી મહેનત કરશો તેટલી જ સફળતા મળશે મિલ્કત અને વારસાઈ કાર્યોનૂં નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે પત્નીનું આરોગ્ય ચિંતા માંગી લેશે આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાી રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ બનશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય હનુમાન ચાલીસાના પાઠ કરવાથી લાભ રહેશે.
તુલા (ર.ત.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપરથી ગુરૂ ગ્રહનું ભ્રમણ અને ઈશ્વરના આર્શીવાદથી મળી રહ્યું છે. નહીં તો સુર્ય બુધ-મંગળ અને કેતુ ગ્રહનો બંધનયોગ માનસિક આર્થિક અને શારીરિક ત્રણેય રીતે અશુભફળ આપી શકે છે. મિલ્કત અને વિલવારસના કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરીસ્થીતિ અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે ગુરૂવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
વૃશ્ચિક (ન.ય)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ – શુભ અશુભ ગ્રહોના આર્શીવાદ અને સહકાર મળશે. માત્ર ગુરૂ ગ્રહની નિર્બળતા માનસિક પરિસ્થિતિ ડામાડોળ કરી શકે છે. તેથી એકાગ્રતા કેળવીને કાર્યોમાં જ લક્ષ આપવું જરૂરી છે. સમયનો સદઉપયોગ કરી લેશો મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આર્થીક પરીસ્થીતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને ગુરૂ ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.
ધન (ભ.ફ.ધ.ઢ)
મિત્રો આપના માટે ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતી અને રાહુ ગ્રહના બંધનયોગના અશુભ સમયમાં પણ કાર્ય સફળતાના યોગ મળી રહ્યા છે. માત્ર તેનો કેટલો અને કેવો સદઉપયોગ કરી શકશો તે તો જન્મના ગ્રહો ઉપર જ આધાર રાખે છે. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
મકર (ખ.જ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહનો બંધનયોગ અને શુક્ર ગ્રહની નિર્બળતા મોજશોખ અને આળસવૃત્તીનો ત્યાગ કરવો જરૂરી છે. કાર્ય સફળતાના યોગ જરૂર મળશે. માત્ર આપની અપેક્ષાના કારણે તેનો આનંદ ન પણ મળી શકે તેવું બને. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
કુંભ (ગ.શ.સ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ વગર પનોતીએ પણ કપરો સમય મળી રહ્યો છે. સુર્ય બુધ મંગળ અને કેતુનો બંધનયોગ જે પરિસ્થિતિ છે તે સાચવવામાં જ પ્રગતિ સમજવી જરૂરી છે. થોડા સમય માટે નવું કોઈપણ કાર્ય કરવું હિતાવહક નથી. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. આપનું આરોગ્ય ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં અરૂચી રહેશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય રહેશે.
મીન (દ.ચ.ઝ.થ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ- હજુ આ સપ્તાહમાં પણ શુભ અશુભ દેરક ગ્રહોના આર્શીવાદ મળે છે. માત્ર રાશી પત્તી ગુરૂ ગ્રહ સિવાય, તેથી મહત્વના નિર્ણયો માટે સમય શુભ નથી તેથી ઉતાવળા સાહસોથી દુર રહેવું જરૂરી છે. મિલ્કત અને વિલવારસના કાર્યોથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર અને સલાહ ઉપયોગ બનશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે ગુરૂવારના વ્રત અને નિત્ય ગુરૂ ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

Previous articleએન્ટરટેઈનમેન્ટ પાર્ક (સિનેમા હોલ) ખાતે નાસ્તા બાબતે મેનેજર પર જીવલેણ હુમલો
Next articleજિલ્લા કલેકટર સ્વતંત્ર ભારતનો કાળો અંગ્રેજ છે