ગાંધીનગરની કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન બી.પી. કોલેજ ઓફ બીઝનેસ ઍડમિનીસ્ટ્રેશન (બી.બી.એ)ના વિદ્યાર્થીઓ તેમજ વન ટ્રસ્ટ કાર્યકર્તાઓ ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર પ્રવીણભાઈ પટેલ તેમજ જી.રમણમૂર્તિ મુખ્ય વનસંરક્ષક વનવર્તુળ ગાંધીનગર વનવિભાગ ના ડ્ઢર્હ્લં અતુલભાઈ અમીન વન ટ્રસ્ટના અંજના નિમાવતની ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત થઇ હતી.
”આવો પ્લાસ્ટિક પ્રદુષણ ને હંફાવીએ” સૂત્ર પર કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં વિદ્યાર્થીઓ તેમજ વનના કાર્યકર્તાઓ એ ગાંધીનગર ના વિવિધ વિસ્તાર માં ફરી પ્લાસ્ટિક કચરો એકત્ર કર્યો હતો. તેમજ નાગરિકો ને પ્લાસ્ટિક કચરા નો નાશ કરવા જાગૃત કર્યા હતા. વિદ્યાર્થીઓ એ વિશ્વ ના કથળેલા પર્યાવરણ તેમજ ઓઝોન લેયરમાં પડી રહેલા ગાબડા વિષે અને તેનાથી પર્યાવરણ માં થઇ રહેલા જોખમો બાબતે લોકો ને માર્ગદર્શિત કર્યા હતા.
જી.રમણમૂર્તિ એ વિદ્યાર્થીઓ ને જણાવ્યું હતું કે જળપ્રદુષણ તેમજ વાયુ પ્રદુષણ પ્લાસ્ટિકના દુરુપયોગ ના કારણે વધી રહ્યું છે. આથી પ્લાસ્ટિકના ઉપયોગ દુનિયાના અનેક દેશોમાં પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. જે મુજબ આપણે પણ પ્લાસ્ટિક નો ઉપયોગ બંધ કરી પ્રદુષણ અટકાવવા યથા યોગ્ય પ્રયત્ન કરવા જોઈએ. શાળા-કોલેજ માં તેમજ જાહેરસ્થળ પર લોકોને જાગૃત કરવા અભિયાન ચલાવવું જોઈએ. ત્યારબાદ ડ્ઢર્હ્લં દ્વારા ઘટતા જતા વનવિસ્તાર બાબતે ચિંતા વ્યક્ત કરી હતી તેમજ વિદ્યાર્થીઓ ને વૃક્ષારોપણ માટે પ્રેરિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કોલેજ નાં આચાર્ય ડો.રમાકાંત પૃષ્ટિ ના માર્ગદર્શન હેઠળ પ્લેસમેન્ટ તેમજ ટ્રેનીંગ કમિટી નાં હેડ ડો.જયેશ તન્ના, પ્રો.માર્ગી દેસાઈ દ્વારા સફળતા પૂર્વક સંપન્ન કરવામાં આવ્યું હતું.