શહેરના દેસાઈનગર પેટ્રોલપંપ નજીક સાંજના સુમારે બાઈક અથડાવા બાબતે મેપાનગરના યુવાનને મિલેટ્રી સોસાયટીમાં રહેતા ૧૨થી ૧૩ શખ્સોએ હુમલો કરી ઈજા પહોચાડી નાસી છુટયા હતા. બનાવના ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સર ટી હોસ્પિટલ ખસેડાયો છે.
બનાવ સ્થળેથી મળતી વિગતો મુજબ શહેરના મેપાનગરમાં રહેતા લખન નામનો યુવાન બાઈક લઈ દેસાઈનગર પેટ્રોલપંપ પાસેથી પસાર થતો હતો ત્યારે અન્ય એક બાઈક ચાલક સાથે તેનું બાઈક અથડાતા જે બાબતે બન્ને બોલાચાલી થતા મામલો બિચક્યો હતો. જોત જોતામાં ૧૨ થી ૧૩ શખ્સો તિક્ષણ હથિયારો વડે ઘસી આવી મેપાનગરના યુવાનને ઢોર માર મારી ગંભીર ઈજાઓ કરી નાસી છુટ્યા હતા. બનાવના ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થ સર ટી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં બન્ને પક્ષોના ટોળા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતા બોરતળાવ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. બનાવ અંગેની તપાસ હાથ ધરી હતી.