બરવાળા ખાતે પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવેલ. જેમાં કલેકટર સુજીતકુમાર, મામલતદાર એમ.એ.ઝાલા, બરવાળા ન.પા. પ્રમુખ મીનાબેન રાણપુરા, જી.સી.પટેલ, ટીડીઓ – ડી.એમ. સરવૈયા , રાકેશભાઈ પુજારા, નગરપાલિકા સદસ્યો, અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. બરવાળા નગરપાલિકા વિસ્તારના રોકડીયા હનુમાનજી પાસેથી વિશ્વ પર્યાવરણ દિવસ અને સ્વચ્છતા અભિયાન સપ્તાહનો પ્રારંભ સુજીતકુમાર (કલેકટર બોટાદ) ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમનો પ્રારંભ રોકડીયા હનુમાનજી ખાતે દિપ પ્રાગટય કરી કરવામાં આવ્યો હતો ત્યારબાદ પર્યાવરણ જાગૃતિ અંગેનું નાટક ઉપસ્થિત કલાકારો ધ્વારા કરવામાં આવ્યુ હતુ.ત્યારબાદ મેઈન બજાર થઈ નગરપાલિકા કચેરી કમલમ હોલ સુધી પર્યાવરણ બચાવો અને સ્વચ્છતા જાળવો અંગેની રેલી યોજવામાં આવી હતી આ રેલીમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ રેલી દરમ્યાન બરવાળાના પાંચ(પ) જેટલા વેપારીઓએ સ્વેચ્છાએ પ્લાસ્ટીકનો ઉપયોગ નહિ કરે અને દુકાનોમાં પ્લાસ્ટીકની થેલીઓ અધિકારીઓને આપી પર્યાવરણ બચાવો અભિયાનમાં જોડાયા હતા નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.