તા. ૨૧ જુન વિશ્વ યોગ દિવસ ની ભાવનગર જિલ્લામાં ઉજવણી સંદર્ભે જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલ ના અધ્યક્ષસ્થાને ભાવનગર કલેકટર કચેરીના આયોજન સભાખંડ ખાતે એક બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં નક્કી કરાયા અનુસાર ભાવનગર જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસ ઉજવણીનો કાર્યક્રમ એમ. કે. બી. યુનિ. ના ગ્રાઉન્ડ પર યોજાશે તેમજ તાલુકા મથકોએ પણ આ કાર્યક્રમ કરવામાં આવશે તે થકી છેવાડાના માનવી સુધી યોગ થકી થનારા લાભો વિશે જાણકારી આપવામાં આવશે. આ કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગ, નહેરૂ યુવા કેન્દ્ર, જૈન જાગ્રુતિ સેન્ટર, બ્રહ્માકુમારીઝ, ગાયત્રી પરિવાર, સમર્પણ ધ્યાન કેન્દ્ર, લાયન્સ ક્લબ, વ્રુદ્ધાશ્રમ સહિતની સંસ્થાઓનો સહયોગ રહેશે. કાર્યક્રમ સ્થળે સેનીટેશન સુવિધા, સ્ટેજ, પાર્કિંગ સહિતની સગવડ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તા. ૧૪ જુન થી આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, નિવાસી અધિક કલેકટર ઉમેશ વ્યાસ,જિલ્લા શિક્ષણાધિકારી એ. બી. પ્રજાપતિ, ઈન્ચાર્જ નાયબ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા રમતગમત અધિકારીશ્રી અરૂણ ભલાણી, જિલ્લાના પ્રાંત અધિકારીઓ,મામલતદારઓ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વૈશાલીબેન, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી જલ્પાબેન, લીડ બેંક મેનેજરશ્રી એસ. વી. ત્રિવેદી, નાયબ મ્યુ. કમિ.શ્રી એન. ડી. ગોવાણી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ચૌધરી, એન. સી. સી. ના પ્રતિનિધિ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના પંડ્યા સહિત સંબંધિત કચેરીના અધિકારી/કર્મચારી હાજર રહ્યા હતા.