પાલીતાણા શહેર તાલુકા કોંગ્રેસ આઈટી સેલ લઘુમતી ડીપાર્ટમેન્ટ દ્વારા પાલીતાણા શહેરના ૧ થી ૯ વોર્ડમાં ગરીબ લોકોને રાહતદરે રેશનીંગમાં મળતું અનાજ સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવેલ તે માટે કોંગ્રેસ આઈ.ટી. સેલ અને લઘુમતી ડીપાર્ટમેન્ટ દ્વારા દરેક વોર્ડ વાઈઝ ૯ વોર્ડમાં ફોર્મ ભરવાનો કાર્યક્રમ રાખેલ તેમાં કુલ રપ૦૦ અરજીઓ આવેલ તે અરજીઓ ભેગી કરીને આજરોજ પાલીતાણાના ધારાસભ્ય પ્રવિણભાઈ રાઠોડની આગેવાનીમાં જુના સર્કિટ હાઉસથી રેલી યોજીને પાલીતાણા મામલતદારને રપ૦૦ ફોર્મ સાથે ગરીબ લોકોને રાહત દરે રેશનીંગમાં અનાજ મળે તે માટે ધારાસભ્ય પ્રવિણભાઈ રાઠોડ, રૂમીભાઈ શેખ, પ્રેમજીભાઈ ભીલ, કિરીટભાઈ ગોહિલ, કનુભાઈ મારૂ સહિત કોંગ્રેસના ૧૦૦ જેટલા કાર્યકરો દ્વારા રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપીને વહેલામાં વહેલા રેશનીંગમાં અનાજનો પુરવઠો મળે તે માટે મામલતદારને રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.