વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનગર તથા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડનાં સંયુક્ત ઉપક્રમે પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝીયમ નારી ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લઈને ચિત્રો દોર્યા હતા આ ઉપરાંત વૃક્ષારોપણ તેમજ પ્લાસ્ટિક મુક્ત સમુદ્ર કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.