વિશ્વ પર્યાવરણ દિન અંતર્ગત આજે તા. ૦૫ જુન ના રોજ મ. ન. પા. દ્વારા ભાવનગરના શહેરી વિસ્તારમાં પર્યાવરણ સ્વચ્છતા અભિયાન સંદર્ભે એક રેલી યોજાઈ હતી આ રેલીને ટાઉન હોલ ખાતેથી લીલી ઝંડી ફરકાવી મેયર નિમુબેન, કમિશ્નર એમ. એ. ગાંધી સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યુ હતુ આ રેલી બેનર, પ્લેકાર્ડ થકી લોકોને પર્યાવરણ સ્વચ્છ રાખવા પ્લાસ્ટીક પ્રદુષણ અટકાવવાના સંદેશા સાથે ઘોઘા ગેટ થઈને હલુરીયા ચોક શહીદ સ્મારક ખાતે પહોંચી હતી જે સ્થળે મહાનુભાવોએ પૂષ્પાંજલી અર્પી હતી. આ રેલીના પ્રારંભ પહેલાં સૌએ પર્યાવરણને સ્વચ્છ રાખવા સમુહમાં પ્રતિજ્ઞા લીધી હતી અત્રે ઉલ્લેખનીય છે કે શહેરી વિસ્તારની સાથે સાથે જિલ્લાના તમામ તાલુકા મથકો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પ્રકારના કાર્યક્રમો થકી એક અઠવાડીયા સુધી પર્યાવરણ સ્વચ્છ રાખવા અને પ્લાસ્ટીક પ્રદુષણ અટકાવવાના શુભ સંદેશા સાથે લોકોને જાગ્રુત કરવામાં આવશે.
આ રેલીમાં નાયબ મેયર મનહરભાઈ મોરી, શાસકપક્ષના નેતા યુવરાજસિંહ, નાયબ મ્યુ. કમિ. એન.ડી.ગોવાણી સહિત મનપાના કોર્પોરેટરો, એન.જી.ઓ., શાળાના વિધાર્થીઓ, મનપા સહિતની સરકારી કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા.