અમે પ્લાસ્ટિકના વિરોધી નથી : રૂપાણી

2034

વિશ્વ પર્યાવરણ દિવસ પર રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્લાસ્ટિક ઝુંબેશને લઈને સરકારનો પક્ષ મૂક્યો હતો. હાલ રાજ્યમાં પ્લાસ્ટિકનો વપરાશ ઓછો થાય તે માટે સરકાર પ્રયાસરત છે. આ માટે સરકારે ખાસ ઝુંબેશ શરૂ કરી છે.  તો રાજકોટમાં વિશ્વ આરોગ્ય દિવસની પૂર્વ સંધ્યાએ પાણીના પાઉચ પર બેન મૂકી દેવામાં આવ્યો છે. રૂપાણીએ જણાવ્યું હતું કે, “અમે પ્લાસ્ટિકના વિરોધ નથી, પરંતુ નબળા પ્લાસ્ટિકને કારણે અનેક સમસ્યાઓ થઈ રહી છે. પીવાના પાણીની બોટલ તેમજ પેક્ડ બોટલોનો પુનઃ ઉપયોગ થાય તે માટે ગુજરાતભરમાં મશીનો મૂકવામાં આવશે. હાલમાં જે બોટલોના ૧૫ કે ૨૫ પૈસા મળે છે તેનો એક રૂપિયો મળશે. આ કારણે ગરીબોને વધારે પૈસા મળશે. રાજ્યમાં પાંચ કરોડથી વધારે બોટલોનો ઉપયોગ થાય છે. રાજ્યમાં ૫૦ માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિકનું કોઈ પણ સ્વરૂપે ઉત્પાદન ન થાય તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત અમદાવાદમાં એર પોલ્યુશન ઘટે તે માટે સરકારે એક કમિટિની રચના કરી છે.

Previous articleહવે અમદાવાદમાં પાણીના પાઉચ અને ચાના કપ પર પ્રતિબંધ મુકાયો
Next articleરાજ્યમાં ૧૦મી જૂનથી વિધિવત ચોમાસાના પગરણ