રાજ્યના તમામ ૪૦૦ ઉપરાંત નગરોમાં અને તેની ૨ કિલો મીટરની પેરીફેરીમાં અભિયાન

1405

મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ  વિશ્વ પર્યાવરણ દિને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાજ્યના તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા મથકો સહિત ૪૦૦ ઉપરાંત નગરોમાં અને તેની ર કિલો મીટરની પેરીફેરીમાં આ અભિયાન વ્યાપક સ્વરૂપે હાથ ધરાશે.  મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં ઁઈ્‌ પ્લાસ્ટિક બોટલ્સના રિસાયક્લિંગ દ્વારા રી યુઝ માટે નગર અને ગામોમાં ૨૫ હજારથી વધુ બોટલ વેન્ડિંગ મશીન ઇફસ્(રિવર્સ વેન્ડિગ મશીન) મુકવામાં આવશે. હાલ ઁઈ્‌ પ્લાસ્ટિક બોટલ્સ પર ૩૦ પૈસા મળે છે, જેમાં વધારો કરીને એક રૂપિયો કરવામાં આવ્યો છે. આમ ઇફસ્માં બોટલ્સ નાંખનારને ૧ રૂપિયો મળશે. રાજ્યના દરિયાકિનારાના બીચને ક્રીસ્ટલ કિલયર બીચ તરીકે વિકસાવી પ્લાસ્ટીક અને અન્ય કચરાના પ્રદૂષણથી મુકત રાખવાની પણ પ્રતિબધ્ધતા દર્શાવી હતી.  રાજ્યમાં શિવરાજપૂર અને અહેમદપૂર માંડવી બીચને આવા ક્રિસ્ટલ કિલયર બીચ તરીકે વિકસાવાશે એમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રી મુજબ,૫૦ માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિકના વપરાશ ઉત્પાદન પર નિયમન અંગે ઉત્પાદકો સાથે પરામર્શ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, ૪૦૦ નગરોમાં ૧૧ જૂન સુધી પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન લોક સહયોગથી શરૂ કરવામાં આવશે. તેમજ સુઝલામ સુફલામ અભિયાનમાં નદીઓ અને નહેરોની સફાઈ બાદ હવે આ અભિયાનથી ગુજરાતને કચરા મુક્ત કરી ચોમાસામાં વરસાદી પાણીમાં ભળતો કચરો અટકાવવો છે.  રાજ્યમાં ઊદ્યોગો ચુસ્તતાપૂર્વક પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પાલન કરે તેની હિમાયત કરતાં સ્પષ્ટપણે કહ્યું કે, પ્રદૂષણ ફેલાવતા ઊદ્યોગો સામે રાજ્ય સરકાર કલોઝર નોટિસ સહિતના પગલાં લઇ રહી છે અને ભવિષ્યમાં પણ પ્રદૂષણ નિયંત્રણ માટે કડક કાર્યવાહી કરવા સરકાર પ્રતિબધ્ધ છે.

તેમણે રાજ્યના ગામોના તળાવોના શુદ્ધિકરણની રાજ્યવ્યાપી સ્પર્ધા યોજીને જે ગામો તળાવો શુદ્ધતામાં અગ્રેસર રહેશે તે ગ્રામ પંચાયતો, તાલુકા પંચયતોને પુરસ્કાર અને વિકાસ કામો માટે વધુ ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

Previous articleપર્યાવરણ સ્વચ્છતા અભિયાન અંતર્ગત મહાપાલિકા દ્વારા રેલી
Next articleહવે અમદાવાદમાં પાણીના પાઉચ અને ચાના કપ પર પ્રતિબંધ મુકાયો