પ્લાસ્ટીક કચરા વ્યવસ્થાપન નિયમો – ર૦૧૬ અન્વયે સરકારના જાહેરનામા અંતર્ગત સ્થાનિક સંસ્થા (નગરપાલિકા/ મહાનગર પાલિકા)ને કરવાની થતી કામગીરી અન્વયે ગાંધીનગર મનપા દ્વારા આઠ વોર્ડોમાં ચાર સેનેટરી ઈન્સ્પેકટરોની ટીમો બનાવી પ૦ માઈક્રોન કરતાં ઓછી હોય તેવી પ્લાસ્ટીક કેરીબેગના વપરાશકર્તાઓ પાસેથી સેકટર – ૧૬, કોમર્સીયલ વિસ્તાર, સેકટર – ર૪, હરાજી માર્કેટ, સેકટર-ર૧, લારીગલ્લા તથા શાકમાર્કેટ વિસ્તારમાંથી કુલ – રપ કિ.ગ્રા. પ્લાસ્ટીક કેરી બેગ, પ્લાસ્ટીક ચાના કપ, પાન મસાલાના વેપર જપ્ત કરવામાં આવેલ છે.