શહેરમાં વિવિધ મંડળો અને શેરી રાસ-ગરબાની જમાવટ

781
bhav2992017-3.jpg

ઉત્સાહ, આસ્થા, ભક્તિ અને આરાધના સાથે ચાલતા માતાજીના નવરાત્રિ પર્વ અંતિમ તબક્કામાં પ્રવેશ્યો છે. ભાવનગર શહેરમાં વિવિધ મહિલા મંડળો, જ્ઞાતિ મંડળો ઉપરાંત વિવિધ વિસ્તારમાં શેરી ગરબાની જમાવટ થઈ રહી છે. જેમાં શહેરના ભરતનગર ખાતે હંસવાહિની મહિલા મંડળ દ્વારા જ્યારે ઔદિચ્ય સિમ્બર સમવાય મહિલા મંડળ દ્વારા રાસ-ગરબાનું આયોજન કરાયેલ. આ ઉપરાંત સુભાષનગર, જગન્નાથ પાર્ક-રમાં તથા બોરતળાવ વિસ્તારમાં શેરી-ગરબાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં નાની બાળાઓથી માંડીને યુવતીઓ અને મહિલાઓ મન મુકીને રાસ-ગરબાની રમઝટ બોલાવી રહ્યાં છે. 

Previous article શ્રીનાથજીનગરના રહેણાંકી મકાનમાં તસ્કરો ત્રાટક્યા
Next article માતાજીનો અષ્ટમીનો હવન