ભાવનગર,એલ.સી.બી સ્ટાફના ચંદ્દસિંહ વાળા તથા અજયસિંહ વાઘેલાને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર,ચિત્રા, રામદેવ પેટ્રોલપંપ પાછળ, મોરીનાં મઢ પાસે રહેતાં કાંતિભાઇ મથુરભાઇ બારૈયા પોતાનાં રહેણાંક મકાન પાસે સફેદ કલરની હ્યુંડાઇ કંપનીની એસન્ટ કાર રજી.નં. જીજે-૧ એચજી ૫૯૯૩માં પરપ્રાંત દારૂ તથા દેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે.અને આ કાંતિભાઇએ બહારથી પરપ્રાંત દારૂનો જથ્થો મંગાવેલ જે પરપ્રાંત દારૂનો જથ્થો તેનાં માણસ જગદિશ ઉર્ફે એડો પોપટભાઇ પરમાર રહે.પ્લોટ નં.૧૭/સી,બેંક કોલોની,ચિત્રા, ભાવનગરવાળાનાં રહેણાંક મકાનમાં સંતાડી રાખેલ છે.જે બાતમી આધારે ચિત્રા,રામદેવ પેટ્રોલપંપ પાછળ આવી રેઇડ કરતાં સફેદ કલરની હ્યુંડાઇ કંપનીની એસન્ટ કાર નં.જીજે ૧ એચજી ૫૯૯૩માં ડ્રાયવીંગ સીટ પર બેસેલ કાંતિભાઇ મથુરભાઇ બારૈયા ઉ.વ.૪૦ મળી આવેલ.તેની કારમાંથી પરપ્રાંત બનાવટનો નાની બોરલ નંગ-૨૧૬ કિ.રૂ.૨૧,૬૦૦/-, મોટી બોટલ નંગ-૭૯ કિ.રૂ.૨૩,૭૦૦/-,દેશીદારૂ લી. ૪૨૦ કિ.રૂ.૮,૪૦૦/-,કાર કિ.રૂ.૧,૫૦,૦૦૦/-તથા મોબાઇલ-૧ કિ.રૂ.૧,૦૦૦/-નો મુદ્દામાલ તથા જગદિશ ઉર્ફે એડો પોપટભાઇ પરમાર મકાને આવી રેઇડ કરતાં જગદિશ કે અન્ય કોઇ હાજર મળી આવેલ નહિ.તેનાં મકાને આવેલ બાથરૂમ તથા રૂમમાંથી પરપ્રાંત ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક ૭૫૦ સ્ન્ અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ-૬૨૨ કિ.રૂ.૧,૮૬,૬૦૦/- તથા ૧૮૦ સ્ન્ બોટલ નંગ-૧૪૪ કિ.રૂ.૧૪,૪૦૦/-,બિયર ટીન-૧૨૦ કિ.રૂ.૧૨,૦૦૦/- એમ કુલ કિ.રૂ.૪,૧૭,૭૦૦/-નો મુદ્દામાલ મળી આવેલ.જેથી આરોપી કાંતિભાઇ મથુરભાઇ બારૈયાને ધોરણસર અટક કરેલ.જે બંને વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એકટની અલગ-અલગ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે.