જાફરાબાદ નર્મદા સિમેન્ટ પ્લાન્ટ ખાતે વિશ્વ પર્યાવરણ દિનની એક સપ્તાહ સુધી વૃક્ષારોપણનો તેમજ તે વૃક્ષ જતનનો કાર્યક્રમ યોજાયો.
જાફરાબાદ નર્મદા સિમેન્ટ પ્લાન્ટ ખાતે વિશ્વ પર્યાવરણ દિનની એક સપતાહમાં સતત વૃક્ષારોપણ અને વાવેલ વૃક્ષોના જતનનો કાર્યક્રમ યોજાયો. જેમાં ખાસ ઉપસ્થિત કંપનનીના યુનીટ હેડ વિજય એકરે, ભુપેન્દ્રસિંહ ફંકશન હેડ, પંકજ અગ્રવાલ એફએસ, બાબુ રવેલી, દિલીપકુમાર મીશ્રા એચફએસ અને આર જેઠવા, પી.વી. રમન્નાજી, ગીરીશ મલ્હોત્રા, ભરલ ગોખરૂ તેમજ ગામડે ગામડા ખુંદી લોકોમાં જાગૃતિ લાવતા સાકરીયાભાઈ, ચંદ્રેશકુમાર, શેખર પ્રતાપસિંહ, કાદરભાઈ સહિત નર્મદા સિમેન્ટ કંપનીના અધિકારીઓત મામ કર્મચારીગણ અતિ ભારે ઉત્સાહથી વિશ્વ પર્યાવરણ દિનની શાનદાર ઉજવણીમાં વાવેલ વૃક્ષોને પાણીની પાઈપ લાઈનથી પાણીના સ્ટેન્ડ બનાવી ત્યાંથી વ્યકિતગત પાણીના સિંચન સાધનોથી સર્વ હાથો હાથ વૃક્ષોને પાણી આપી ઉમદા કાર્ય અને પ્રેરણાદાયક વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ હતી.