પાલીતાણા-નાની રાજસ્થળી ગામે પાલીતાણા હીરાના કારખાનામાં મેનેજરનું કામ સંભાળતો અજય ધીરૂભાઈ વાળા પાલીતાણાથી નાની રાજસ્થળી ગામ તરફ જતા રસ્તામાં ડબલ સવારી બે બાઈક અથડાતા ૪ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. જેમાં અજય ધીરૂભાઈ વાળાને ડાબા પગના ભાગે ગંભીર ઈજા થતા લોહી ખૂબ જ વહી જતા ફરજ પરના ડોક્ટરે ભાવનગર રીફર કરવા જણાવ્યું પરંતુ હોસ્પિટલ માનસિંહજીમાં એક એમ્બ્યુલન્સ ભાવનગર ગઈ હોય અન્ય એક એમ્બ્યુલન્સ ડીસેમ્બર માસથી રીપેરીંગમાં હોય ત્યારે નગરપાલિકામાં એમ્બ્યુલન્સ હતી પરંતુ ન.પા. પાસે ડ્રાઈવર હાજર ન હતો. આ બધી બાબતમાં ૪૦ મીનીટ જેટલો સમય વીતી જતાં ઈજાગ્રસ્ત મોતને ભેટ્યો હતો. અજયભાઈના નાનાભાઈના જણાવ્યા મુજબ ફરજ પરના ડોક્ટરે યોગ્ય કાળજી રાખી સારવાર કરેલ હોત તો પરિણામ કાંઈ અલગ હોત આવું અજયભાઈનું અકસ્માત બાદ ગણતરીની કલાકોમાં જ મોત થયું હતું.