ભાવનગર રીક્ષા ડ્રાઈવર એસોસીએશન દ્વારા પેટ્રોલ-ડિઝલ પર જીએસટી લાગુ કરવા અને શહેરના ગંગાજળીયા તળાવ સહિત શહેરભરમાં રીક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગણી સાથે આજે રેલી કાઢવામાં આવી હતી અને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવેલ. જેમાં મોટીસંખ્યામાં ડ્રાઈવરો તથા એસોસીએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા.