પર્યાવરણ સપ્તાહ અંતર્ગત પાલીતાણામાં પ્લાસ્ટીક ડ્રાઈવ

1772

પાલીતાણા ખાતે પર્યાવરણ સપ્તાહને લઈને નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટીકના ઉપયોગ કરતા આસામીઓ સામે ડ્રાઈવ યોજી પ્લાસ્ટીકનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.

વિશ્વ પર્યાવરણ સપ્તાહ લોકજાગૃતિ ઝુંબેશ હેઠળ રોજબરોજના ઉપયોગમાં પર્યાવરણ માટે અત્યંત ખતરા એવા પ્લાસ્ટીકના પ્રદુષણને નાથવા તથા આ અંગે લોક જાગૃતિ લાવવા પાલીતાણામાં વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આજરોજ પાલીતાણા નગરપાલિકાના હેલ્થ વિભાગ દ્વારા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટીક, પોલીથીનનો ઉપયોગ કરતા આસામીઓના એકમો પર દરોડા પાડી અંદાજે ર૬ કિલોથી વધુ જથ્થો જપ્ત કરી ઉપયોગ કરતા આસામીઓને દંડ ફટકાર્યો હતો. આ કામગીરીમાં આરોગ્ય વિભાગની ટીમ જોડાઈ હતી.

Previous articleબિટકોઇન : નલિન કોટડિયા નેપાળ પલાયન થયાની શંકા
Next articleમુસ્લિમ રાષ્ટ્રીયમંચ દ્વારા મુંબઈમાં યોજાયેલી ઈફતાર પાર્ટીમાં હજ કમિટીના ચેરમેનની હાજરી