બોટાદ શહેર અને જિલ્લામાં ઘરફોડ ચોરી કરનાર ગેંગને બોટાદ એલસીબી ટીમે પૂર્વ બાતમી આધારે સોનીબજારમાંથી ચોરી કરેલ મુદ્દામાલ સાથે ઝડપી લઈ પુછપરછ કરતા ત્રણ ઘરફોડ ચોરી કર્યાની કબુલાત આપી હતી. એલ.સી.બી.ના પો.ઇન્સ. એચ.આર.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પો.સબ.ઇન્સ. ડી.વી.ડાંગર તથા એ.એસ.આઇ. યુ.એ.ચાવડા, હે.કો ભગવાનભાઇ, હે.કો. પ્રવિણસિંહ, હે.કો બળભદ્રસીંહ, પો.કો.મયુરસિંહ, પો.કો.રાકેશભાઇ, ડ્રા.પો.કો. કનકસિંહ બોટાદ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હે.કો. પ્રવિણસિંહ તથા પો.કો. મયુરસિંહને બાતમી હકીકત મળેલ કે, બોટાદ સોની બજારમાં ૦૫ ઇસમો ઓટો રીક્ષા લઇને ચોરીના દાગીનાઓ વેચવા આવનાર છે, જેથી સોની બજારના નાકે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મુજબ એક ઓટો રીક્ષા આવતા જેમા કુલ-૦૫ ઇસમો બેઠેલ હોય જેના નામ ઠામ પુછતા રીક્ષા ચાલક ભુપતભાઇ લાલજીભાઇ મેટાલીયા, અશ્વિનભાઇ જાદવભાઇ વિરગામા, સંકેતભાઇ ઉર્ફે કાનો ભુપેન્દ્રભાઇ પરમાર, દિનેશભાઇ ઉર્ફે મેહુલ કાનજીભાઇ ધલવાણીયા, લાલજીભાઇ ઉર્ફે બકાલી નાથાભાઇ સાકળીયા રહે.તમામ બોટાદવાળાઓ મળી આવતા એલ.સી.બી. કચેરી ખાતે લાવી પાંચેય ઇસમોની આગવી ઢબે પુછ પરછ કરતા મજકુર ઇસમોએ કુલ-૦૩ ઘરફોડ ચોરીની કબુલાત કરેલ. મોટીવાડીના કુવા પાસે રાત્રીના ઘરફોડ ચોરી કરેલ હોવાનુ જણાવેલ છે. હરણકુઇમાં સતવારા સોસાયટીમાં રાત્રીના ઘરફોડ ચોરી કરેલ હોવાનુ જણાવેલ છે. આમ ઉપરોકત પાંચેય ઇસમો પાસેથી ઓટોરીક્ષા જેની કિ.રૂ.૭૫,૦૦૦/- તથા સોનાના ઘરેણા ૦૩ ગ્રામ અને ૩૮૦ મીલી ગ્રામ જેની કી.રૂ.૭,૫૮૫/-, ચાંદીના ઘરેણા ૮૪ ગ્રામ અને ૭૧૦ મીલી ગ્રામ જેની કી.રૂ.૧,૩૮૭/-, ડી.વી.ડી. પ્લેયર, સ્પીકર, રીમોટ જેની કી.રૂ.૨,૦૦૦/-, પ્લાસ્ટીકનો મોટો પાણીનો જગ જેની કી.રૂ.૫૦૦ મળી કુલ કી.રૂ.૮૬,૪૭૨/- નો મુદામાલ કબ્જે કરેલ.