નોબલ વર્લ્ડ સ્કૂલ અને રાજુલા મુસ્લિમ સમાજનું ગૌરવ

1272

મુસ્લિમ સમાજના નિહાર નારેજાએ માર્ચ ધોરણ ૧૦ની પરીક્ષા માં ૯૯.૩૬પીઆર ૯૧%  એ-૧ગ્રેડ સાથે પોતાની નોબલ વર્લ્ડ સ્કૂલમાં પ્રથમ આવી સ્કૂલ અને પોતાનાં માતાપિતાનું નામ રોશન કરેલ છે . રમત ગમત ક્ષેત્રમાં પણ નિહાર હર હમેશ પ્રથમ જ હોય છે ત્યારે પોતાની કાબેલિયતનાં આધારે પોતાના શિક્ષક પિતા હારુન નારેજા અને માતા નસીમ બેન નારેજા જે પણ રાજુલા પ્રાથમિક શાળામાં શિક્ષક છે જે બનેનું નામ રોશન કરતા નિહાર પર હાલ અભિનંદનની વર્ષા થઈ રહી છે. ભણતરની સાથે સાથે રમત ગમતને પણ પ્રાધાન્ય આપી અનેક શિલ્ડ પણ નિહાર જીતી લાવ્યો છે અને તેને રમતા રમતા ધોરણ દસની પરીક્ષામાં પ્રથમ આવી રાજુલા પંથક અને તેના શિક્ષિતમાં બાપનું નામ રોશન કર્યું છે જેથી નારેજા પરિવાર હાલ ગૌરવ અનુભવી રહ્યું છે.

Previous articleબોટાદ શહેર-જિલ્લામાં ઘરફોડ ચોરી કરતી ગેંગને ઝડપી લીધી
Next articleદામનગરમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહનો આસ્થાભેર પ્રારંભ