રાજય સરકાર દ્વારા ૧મેથી ૩૧મે સુધી રાજયના તમામ તળાવો ઉંડા ઉતારવા પાણીનો સંગ્રહો માટે તોતીંગ મશીનો દ્વારા તળાવો ઉંડા ઉતારવા તેમજ જીલ્લાના એકદમ પછાત તાલુકો એટલે અરબી સમુદ્રની ગોદમાં જાફરાબાદ તાલુકો મજુરોથી ભરપુર અને કહી શકાય કે એકદમ ગરીબી રેખા નીચે અને મજુરીથી જ પેટનો ખાડો પુરતા વઢેરા બલાણા, રોહીસા, ધારાબંદર, ચિત્રાસર, વડલી, કરાળા કે ટીંબી ભાડા જેવા ગામો માટે તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયાની જહેમત અને માંગણીથી મશીનો નહીં હાથ હથિયારોથી મજુરોને રોજી રોટી મળી રહે માટે મશીનોના બદલે મજુરીના રાહત કામો તળાવો ઉંડા ઉતરવાનું કામ જોરોશરથી શરૂ કરાયું પણ તેની અવધી તા. ૩૧મેના રોજ વઢેરા ગામે રાજય કક્ષાના મંત્રીઓ સાંસદ નારણભાઈ કાછડીયા માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની હાજરીમાં સમાપન ઉત્સવ ઉજવાયેલ પણ તે દિવસે રાજય સરકારમાં જાફરાબાદ તાલુકાના રોહીસા ગામના સરપંચ વિજાણંદભાઈ વાઘેલાએ રાજુઆત કરી કે અમારા ગામોના મજુરોને ર અઠવાડીયા વધારી આપો અને તે વિજાણંદભાઈ વાઘેલાની માંગને સ્વીકારી મજુરોને ચોમાસા સુધી રોજી રોટી મળી રહે તેવી રજુઆતની મંજુરી મળતા રોહીસા ખાતે ૧રપ૦ મજુરોની રોજીરોટી શરૂ કરી એટલું જ નહીં પણ ૧રપ૦ મજુરોને ધોમ ધખતા તાપમાં આરોગ્ય માટે સાર સંભાળ રાખવા મેટના યંગ યુવાનોને રાખી મેટ યુવાનોની પુર્ણ દેખરેખ તાલુકા પંચાયત ચેરમેન છગનભાઈ વાઘેલા તેમજ ૮ મેટ યુવાનોની દેખરેખ રોહીસાના મહેન્દ્રસિંહ વાળા પીવાના પાણી અને મનરેગા દ્વારા મેડીકલ કીટ દ્વારા દરેક મજુરોની સંભાળ લેવાય છે.