તા. ૭-૬-૧૮ના રોજ ગારિયાધાર સેવા સહકારી મંડળી કે જે ખેડુતોના આર્થિક વ્યવહાર તથા રાસાયણિક તેમજ યાંત્રીક ઉપકરણો સહેલાઈથી મળી શકે અને ખેડૂત હીતમાં કાર્ય કરતી સંસ્થાની ૬૩મી સાધારણ સભા મળેલ આ સભા લાલજીભાઈ રોયળા અધ્યક્ષ સ્થાને મળેલ જેમાં મંડળીના પ્રમુખ કેતનબાપુ કાત્રોડીયા સહિત અન્ય સભાસદો હાજર રહેલ અને મંડળીના મંત્રી હિરેનભાઈ નાકરાણી દ્વારા સભા સમક્ષ તમામ હિસાબો રજુ કરીને સર્વાનુમતે મંજુર થયેલ તેમજ રાસાયણિક ખાતરનો વેપાર વધારીને મંડળી તથા ખેડુત વધુ પ્રગતિશીલ બને તે બાબત ચર્ચા કરેલ આ ઉપરાંત ખેડુતોને પોતાની નિપજના પુરતા ભાવ મળી રહે તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.