કેન્દ્રીય મંત્રી મનસુખભાઈમ ાંડવીયાએ ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠને તેમની પર્યાવરણીય પ્રવૃત્તિને બીરદાવવા ખાસ દેવેનભાઈ શેઠના નિવાસ સ્થાને મુલાકાત લીધી હતી. તેઓએ દેવેનભાઈ શેઠને તેમની પર્યાવરણ માટેની અથાગ મહેનત માટે અભિનંદન આપતા જણાવ્યું હતું કે થોડા જ સમયમાં ભાવનગર શહેર ગાંધીનગરને પાછળ રાખીને ગુજરાતનુ નંબર-૧ હરિયાળુ શહેર બનશે. સરકાર દ્વારા તેમના કામની કદર કરવા બદલ દેવેનભાઈ શેઠએ મનસુખભાઈનો ખાસ આભાર વ્યકત કર્યો હતો. આ મુલાકાતે વેળાએ મનસુખભાઈ માંડવીયા સાથે રાજકીય વાતચીત કરતા દેવેનભાઈ શેઠએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દિર્ઘ દ્રષ્ટિથી કામ કરવાની પધ્ધતિને કારણે ભવિષ્યમાં ભારત વિશ્વની મહાસત્તાઓને પાછળ રાખી દેશે. વિશ્વમાં ભારતના નામનો ડંકો વાગશે. આ વેળાએ મનસુખભાઈ માંડવીયાએ ભાજપ સરકાર દ્વારા છેલ્લા ચાર વર્ષ દરમિયાન થયેલ વિકાસના કામો અંગે વિસ્તારથી માહિતી આપી હતી. દેવેનભાઈ શેઠના નિવાસ સ્થાને મનસુખભાઈ માંડવીયા ઉપરાંત સાંસદ ભારતીબેન શિયાળ, મેયર નિમુબેન બાંભણીયા, ભાજપ પ્રમુખ સનતભાઈ મોદી, ભાજપ શહેર મંત્રી મહેશભાઈ રાવળ, વનરાજસિંહ ગોહિલ તથા રાજુભાઈ માડળીયા વિગેરેએ પણ મુલાકાત લઈ દેવેનભાઈ શેઠને અભિનંદન પાઠવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા જ વર્ષે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગ્રીનસીટી સંસ્થાને મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.