કુમુદવાડીમાંથી ચોરી કરેલ બાઈક સાથે શખ્સ ઝડપાયો

1170

શહેરના બોરતળાવ કુમુદવાડી વિસ્તારમાંથી બાઈકની ચોરી કરનાર મુળ લાખાવાડના શખ્સને બાઈક સાથે ઝડપી એસઓજી ટીમે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

એસઓજી શાખાના ઈન્ચાર્જ પીઆઈ ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાના રાજદિપસિંહ ગોહિલ તથા વિશ્વજીતસિંહ ઝાલાને મળેલી બાતમી આધારે ચિત્રા માર્કેટીંગ યાર્ડ સામેથી ફુલસર જવાના રસ્તેથી આરોપી વિપુલગીરી રમેશગીરી ગોસ્વામી ઉ.વ.ર૭ રહે.હાલ આખલોલ જકાતનાકા પાસે રાજમંદિરવાળા ખાંચામાં મુળ ગામ, લાખાવાડ તા.ઉમરાળા જિલ્લો ભાવનગરવાળાને હિરો સ્પ્લેન્ડર મો.સા. નંબર વિનાના ઝડપી પાડેલ. મોબાઈલ સોફ્ટવેરમાં એન્જીન ચેસીસ નંબર આધારે મો.સા.ની ખરાઈ કરતા મો.સા.ને નંબર જીજે ૪ બીએમ ૭૧૮૬ના હોવાનું માલુમ પડેલ અને મો.સા. કુમુદવાડીમાંથી ચોરી થયેલ હતું જે બાબતે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ દાખલ થયેલ. મોટરસાયકલ બાબતે આરોપીને પુછતા મોટરસાયકલ પોતે કુમુદવાડીમાંથી ચોરી કરેલાની હકિકત જણાવેલ હતી. આરોપી વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી તેને બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ. આ કામગીરીમાં એસઓજી શાખાના જે.બી. ગોહિલ, રાજદિપસિંહ ગોહિલ, વિશ્વજીતસિંહ ઝાલા, લગ્ધીરસિંહ ઝાલા, યોગીનકુમાર ધાંધલ્યા જોડાયા હતા.

Previous articleગ્રીનસીટીના દેવેનભાઈને શુભેચ્છા આપવા મંત્રી માંડવીયા તેમના નિવાસસ્થાને પહોંચ્યા
Next articleરાવળ-જોગી સમાજ દ્વારા રેલી, આવેદન અપાયું