ગારીયાધારમાંથી વરલી મટકાનો જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

1518

ગારિયાધારના લાતીબજાર વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતાં બે શખ્સોને એલસીબી ટીમે ઝડપી લીધા હતાં.

ભાવનગર એલ.સી.બી.નાં સ્ટાફનાં માણસો ગારીયાધાર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન આશ્રમ રોડ દરવાજે,લાતીબજાર તરફ જતાં રોડનાં નાંકે આવતાં પો.કો. ભીખુભાઇ બુકેરાને બાતમીરાહે હકિકત મળેલ કે, ગોપાલભાઇ ગોંડલીયા લાતીબજાર, વડલાનાં ઓટા પાસે ઉભા રહી જાહેરમાં વરલી મટકાનાં આંકડા લખી જુગાર રમી રમાડે છે.તેવી હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ આવી રેઇડ કરતાં કાગળની ચીઠ્ઠીમાં પેન વડે વરલી મટકાનાં આંકડા લખતાં ગોપાલભાઇ ઘનશ્યામભાઇ ગોંડલીયા ઉ.વ.૩૧ રહે.નવા વિરડી રોડ, કૈલાશનગર, બાપા સીતારામ આશ્રમ પાસે,ગારીયાધારવાળા બોલપેન, વરલી મટકાનાં આંકડા લખેલ ચીઠ્ઠી નંગ-૧૬, મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૧,૦૦૦/- તથા રોકડા રૂ.૧૧,૦૦૦/- સાથે તથા વરલી મટકાનાં આંકડા લખાવવા માટે આવેલ રાજુભાઇ વાસુરભાઇ વાઘોશી ઉ.વ.૨૫ રહે.ફુલવાડી, પચ્છેગામ રોડ, ગારીયાધારવાળા મોબાઇલ-૧ કિ.રૂ.૫૦૦/- તથા રોકડા રૂ.૨,૩૫૦/- સાથે મળી આવેલ. જે રોકડ રકમ,ચીઠ્ઠીઓ,બોલપેન તથા મોબાઇલ મળી કુલ રૂ.૧૪,૮૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરી તેઓ બંનેની ધોરણસર અટકાયત કરવામાં આવેલ. બંને વિરૂધ્ધ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

Previous articleખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા ચકકાજામ
Next articleશહેરના દેસાઈનગર ખાતે ગેસ લાઈનમાં ભંગાણ થતાં દોડધામ