રાજય પ્રાથિક શિક્ષક પસંદગી સમિતી દ્વારા ગત વર્ષે થયેલી ધોરણ ૧થી ૫નાં ગુજરાતી વિષયનાં વિદ્યા સહાયકોની ભરતીમાં શારીરિક અશક્ત ઉમેદવારો માટે ૪૩ જગ્યા અનામત રખાઈ હતી. જેમાંં ઉમેદવારો દ્વારા શારીરિક અશક્તનાં પ્રમાણપત્રો રજુ કરીને પસંદગી મેળવીને નોકરી પણ મેળવી હતી. જેમાં અલ્પદ્રષ્ટીનાં પ્રમાણપત્રો રજુ કરનાર ૭ ઉમેદવારો ની પરીક્ષા અંગે તપાસ કરતા જનરલ ઉમેદવાર તરીકે પરીક્ષા આપીને શારીરિક અશક્તનાં પ્રમાણ પત્રો રજુ કર્યાની ખબર પડતા શંકા ગઇ હતી. જેમાં બોગસ પ્રમાણપત્રો રજુ કર્યાનું લાગતા ૭ શિક્ષકો સામે છેતરપીંડી તથા વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાવવામાં આવી છે.
સેકટર ૧૯ સ્થિત ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતી કચેરીનાં સમિતીનાં સભ્ય સચિવ મહેશકુમાર રાવલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરીયાદ પ્રમાણે ગુજરાતી માધ્યમનાં વિદ્યા સહાયકો ની ૧૩૦૦ જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં સામાન્ય માટે ૭૩૩ જગ્યા, અનુ.જાતિ માટે ૧૧૩ જગ્યા, ઓબીસી માટે ૩૯૪ જગ્યા તથા કુલ પૈકી શારીરિક અશક્તો (પીએચ) માટે ૪૩ જગ્યા અનામત હતી. જે પૈકી કેટલાક ઉમેદવારોએ શારીરિક અશક્ત ઉમેદવાર ની જગ્યા માટે ઉમેદવારી નોંધાવી હતી અને પસંદગી પણ પામ્યા હતા. જેમાંથી પસંદગી પામેલા ઉમેદાવારો દ્વારા ટેટ ૧ની પરીક્ષાનાં સીટ નંબરો તેમનાં ફોર્મમાં દર્શાવવામાં આવ્યા હતા.
જેની ખરાઇ કરતા પસંદગી પામેલા પીએસ પૈકી ૭ વ્યક્તિ દ્વારા પરીક્ષા જનરલ ઉમેદવારો તરીકે આપ્યાનું ધ્યાને આવ્યુ હતુ. આ સાત ઉમેદવારોએ રજુ કરેલા અલ્પદ્રષ્ટિનાં પ્રમાણ પત્રોની તે હોસ્પીટલોમાં ખરાઇ કરતા બે શખ્સોએ રજુ કરેલા પ્રમાણપત્રો હોસ્પીટલે આપ્યા જ ન હોવાનું ધ્યાને આવ્યુ હતુ. જયારે અન્ય ૫ લોકોને હોસ્પિટલે પ્રમાણપત્રો આપ્યા હતા.
આ ઉમેદવારોને અમદાવાદ સિવિલનાં આખ વિભાગ તથા ગાંધીનગર સિવિલમાં ફેર મેડીકલ કરાવવા ફરમાન કરવામાં આવ્યુ હતુ. પરંતુ એક પણ ઉમેદવાર તપાસ કરાવવા હાજર થયો નહોતો. જેના પરથી આ મેડીકલ સર્ટીફિકેટ ખોટા હોવાનું પુરવાર થયુ હતુ. ત્યારે આ ઉમેદવારોએ ખોટા પ્રમાણપત્રો બનાવીને તેનો ખરા તરીકે ઉપયોગ કરીને છેતરપીંડી કર્યાની ફરીયાદ સેકટર ૨૧ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
ગજાનંદ મનુભાઇ જાની (રહે. સીડસર રોડ, ભાવનગર), બ્રિજેશકુમાર હરીભાઇ ગજ્જર (રહે. શિવ સોસાયટી, કપડવંજ, નડીયાદ) (ગજાનંદ તથા બ્રિજેશને કોઇ હોસ્પિટલે પ્રમાણપત્રો આપ્યા જ નહોતી), મેહુલકુમાર હરીપ્રસાદ ભટ્ટા (રહે. સ્વામીનારાયણ ગુરૂકુલ રોડ, ધારી રોડ, અમરેલી), જીતેન્દ્રકુમાર રતનસિંહ પરમાર (રહે. હીરાનગર, તા ઠાસરા, જી ખેડા) , હાર્દીકકુામર હરજીભાઇ બારૈયા (રહે. નેશવાડ ભારોલી, તા તળાજા, ભાવનગર) , ભાવેશકુમાર ધનેશ્વરભાઇ જાની (રહે. સાખાદર, તા તળાજા, ભાવનગર), વાસુદેવ પ્રાણશંકર બારૈયા (રહે. પીપરાલા તા. તળાજા, ભાવનગર)