વધતો જતો રોગચાળો : તાવના ૩૭૯ કેસ સાથે ૮૭૬ સ્થળેથી બ્રિડીંગ મળતા ચિંતા

1467

જિલ્લામાં ચોમાસાનાં દિવસોમાં વધી જતા મચ્છરોનાં ઉપદ્રવનાં કારણે મેલેરીયા તથા ડેન્ગ્યુનાં કેસો વધી જાય છે. ત્યારે ચોમાસા પુર્વે શરૂ કરવામાં આવેલા મેલેરીયાનાં હાઉસ ટુ હાઉસ સર્વેનાં ત્રીજા દિવસે બુધવારે જિલ્લાનાં ગ્રામ્ય તથા ગાંધીનગર શહેરી વિસ્તારમાંથી મેલેરીયાનાં કુલ ૩૭૯ શંકાસ્પદ કેસો મળતા છે. જયારે ૮૭૬ સ્થળેથી મચ્છરોનું બ્રિડીંગ મળતા નાશ કરવામાં આવ્યો હતો.

સર્વેનાં ૩જા દિવસે ૩૦૨૦૦ ઘરોને આવરી લઇને કુલ ૧.૪૫ લાખ લોકોનાં આરોગ્યની ચકાચણી કરવામાં આવી હતી. જેમાં તાવનાં ૩૩૮ કેસો મળી આવ્યા હતા. જયારે ૮૪૫ સ્થળો પરથી મચ્છરોનાં બ્રીંડીગ મળી આવતા નાશ કરવામાં આવ્યો છે. જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગની મેલેરિયા શાખાનાં સુત્રોનાં જણાવ્યાનુંસાર શહેરી વિસ્તારમાં ત્રીજા દિવસની કામગીરીમાં કુલ ૪૧૩૬ ઘરોમાં તપાસ કરીને ૧૫૩૭૬ લોકોનાં આરોગ્યની ચકાચણી કરી હતી. જેમાં તાવનાં ૪૧ કેસો મળતા બ્લ્ડ સેમ્પલ તપાસ અર્થે મોકલાયા છે.

Previous articleખોટા સર્ટિ.થી નોકરી મેળવનાર ૭ શિક્ષક સામે ફરિયાદ
Next articleઅજમેર દરગાહ શરીફના ચડાવેલા ગુલાબનું જૈવિક ખાતર બનાવી આપશે