ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ૧૦ કલાકની વોચ બાદ પાટણ પાસે આવેલ મંદિરની ખુલ્લી જગ્યા માંથી કન્ટેઈનર ઝડપી ૮૦ લાખથી વધુની કિંમતનું ડુપ્લિકેટ જીરું પકડી પાડ્યું હતું. બાતમીને આધારે ઊંજાથી નીકળીને મુંદ્રા મારફતે જીરાને ઇજિપ્ત મોકલવાનું હતું પરંતુ મુંદ્રા પહોંચે તે પહેલા જ પાટણથી કન્ટેઈનરને ઝડપી લેવામાં આવ્યું હતું.
પાટણ પોલીસની મદદથી ૨૮૦ જેટલા બારદાનમાં ડુપ્લિકેટ જીરું ઝડપ્યું હતું. જીરુંના માલિક ભરત પટેલના પાલડિયા કોર્પોરેશનમાં પણ રેડ પાડીને વધુ તપાસ હાથ ધરી હોવાનુ ફૂડ કમિશનર એચ.જી. કોશિયાએ જણાવ્યું હતું.
ફૂડ એન્ડ ડ્રગ્સ ?વિભાગે જીરુંમાં ભેળસેળ વિશે જણાવ્યું હતું કે જીરાના નાના દાણામાં ગ્રાસ(ઘાસ) મિક્સ કરવામાં આવે છે. ત્યારબાદ તેના પર માટીનું પડ ચડાવવામાં આવે છે. બાદમાં ડુપ્લિકેટ જીરું અને ઓરિજિનલ બન્ને એક જ સરખા જોવા મળે છે. છેલ્લે મિક્સ કરીને વેચવામાં આવે છે.