પર્યાવરણ સપ્તાહ અંતર્ગત લોકજાગૃતિના અનેક કાર્યક્રમ ચાલી રહ્યાં છે. તેના જ ભાગરૂપે પ્લાસ્ટીકની બનેલી ચીજવસ્તુઓ ખાસ કરીને ખાણી-પીણીમાં ચાલે છે તેના ઉપર કાયદેસર પગલા ભરવા સરકાર મક્કમ બની છે ત્યારે આજરોજ સિહોર ચિફઓફિસર બરાડ તંત્ર અને વેપારીઓ વચ્ચે એક અગત્યની બેઠક મળી હતી જેમાં જરૂરી સૂચનો ચર્ચાઓ થઈ હતી ઉપરાંત વેપારીઓ દ્વારા તંત્રને સામે થી બાંહેધરી આપવામાં આવી કે નુકશાન કરતું પ્લાસ્ટિક અમે લોકો વપરાશમાં નહિ લઇએ અને હાલ પણ અમારા પાસે છે એ પણ તંત્રને જમા કરાવીને સુપ્રત કરી આપવાની ખાતરી આપ્યા બાદ ચિફઓફિસર બરાડ સાથે તંત્ર વિભાગ સેનિટેશનના આંનદ રાણા ભરત ગઢવી સહિતનો કાફલો બજાર માં નીકળતા જ વેપારીઓ દ્વારા નુકશાન કરતું પ્લાસ્ટિક સામે થી જ તંત્રને જમા કરાવી આપ્યું હતું અને નુકસાનકારક પ્લાસ્ટિક નહિ વાપરવાની પણ ખાતરી આપી હતી.