દામનગર સેવા સહકારી મંડળી લિ.ની ૬૭મી વાર્ષિક સાધારણ સભા મંડળીના પ્રમુખ હરજીભાઈ નારોલાના પ્રમુખ સ્થાને મળી હતી. વાર્ષિક સાધારણ સભામાં પ્રમુખે હિસાબો રજુ કરતા જણાવેલ કે વર્ષ ર૦૧૭-૧૮માં મંડળીએ ર૧,પ૦ લાખનો ચોખ્ખો નફો કરેલ છે. દામનગર અને રાભડા ગામનું કાર્યક્ષેત્ર ધરાવતી ખેડુત મંડળીમાં ૬૩૪ સભાસદો છે. જેઓને ૭૩૦/૭૮ લાખનું ધિરાણ કરેલ છે. જેમાંથી ૯૮/૦૯ ટકા વસુલાત થયેલ છે. મંડળીનું શેર ભંડોળ ૭પ,૪૪ લાખ, અનામત ભંડોળ ૩૭,૭૮ લાખ, તથા અન્ય ફંડો ૪૮,૬૧ લાખ છે. મંડળીનો ઓડીટ વર્ગ અ આવેલ છે. જે મંડળીના વહીવટનું પ્રમાણપત્ર છે. ગત વર્ષમાં સભાસદ ભેટ સાથે ૧ર ટકા ડીવીડન્ડ આપવાની પણ જાહેરાત કરેલ. સભાસદનું કુદરતી કે આક. મૃત્યુ થાય તો મંડળીના સ્વભંડોળમાંથી રૂા. ૧૦ દસ હજારની સહાય આપવામાં આવે છે.