સમગ્ર દેશ સહિત વિદેશમાં મહોરમ ઉલહરમની ઉજવણી થઈ રહી છે ત્યારે સાવરકુંડલામાં પણ રોશનીથી શણગારીને શબીલો બનાવવામાં આવ્યા છે ત્યારે બીડી કામદાર સો.માં ફેઈઝ ગ્રુપ દ્વારા કરબલા શરીફના રોજ ફ્લોટસ બનાવવામાં આવ્યો છે તે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
પીર સરકાર સૈયદ મુનીરબાપુ દ્વારા ગઈકાલે દિદાર માટે રોજા શરીફને ખુલ્લું મુકવામાં આવ્યું છે.
અહીં બહોળી સંખ્યામાં લોકો જોવા માટે પહોંચી જાય છે. આ તકે ઓલ મુસ્લિમ સમાજના પ્રમુખ ઈરફાનભાઈ કુરેશી, યુનુસભાઈ જાદવ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા અને ફેઈઝ ગ્રુપના યુવાનો દ્વારા અહીં જરૂરી વ્યવસ્થા પુરી પાડવામાં આવી રહી છે.