પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા સત્યનારાયણની કથા યોજાશે

1045

શહેરની જાણીતી સામાજિક સંસ્થા પ્રયત્ન ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ તથા ખીચડી રથના સંયુક્ત ઉપક્રમે ભાવનગરના હિત અર્થે આગામી રવિવારના રોજ શહેર સ્થિત લક્ષ્મીનારાયણ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

દિનદુઃખીયાઓ તથા ગરીબ બાળકોના આંસુ લુછી તેઓને ભોજન સહિત જીવન જરૂરી ચીજવસ્તુઓનું વિનામુલ્યે વિતરણ કરી સામાજીક ઉત્થાનમાં મહત્વનું યોગદાન પ્રદાન કરતી સામાજીક સંસ્થા પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા ભાવેણાના આર્થિક વિકાસ તથા ભાવનગરને ભાંગતું અટકાવવા સાથોસાથ સર્વજન હિત અર્થે આગામી તા.૧૦-૬-ર૦૧૮ને રવિવારના રોજ સાંજે પ થી ૮ વાગ્યા દરમ્યાન લક્ષ્મીનારાયણ મંદિર સામે આવેલ ભીડભંજન મહાદેવ મંદિર ખાતે શ્રી સત્યનારાયણ ભગવાનની મહાકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં ભગવાનને ૧૦૮ કિલો મહાપ્રસાદનો ભોગ ધરવામાં આવશે. અત્રે નોંધનિય છે કે, સમગ્ર શહેર હિત અર્થે આ પ્રકારનું સૌપ્રથમ આયોજન કરવામાં આવ્યું છે.

Previous articleપાલિતાણામાં પ્લાસ્ટીક ડ્રાઈવ અનેક વેપારીઓ ઝપટે ચડ્યા
Next articleમહાપાલિકાની ડાયરીઓ ભાજપ કાર્યાલયે !