સમગ્ર શહેર – જિલ્લામાં પર્યાવરણ સપ્તાહની ઉજવણી ચાલી રહેલ છે તે અંતર્ગત આજે પાલિતાણામાં આરોગ્ય વિભાગ દ્વારા પ્લાસ્ટીક ડ્રાઈવ ગોઠવવામાં આવેલ જેમાં અનેક વેપારીઓ ઝપટે ચડતા સ્થળ ઉપર દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
પાલિતાણા નગરપાલિકા દ્વારા આજે શહેરમાં પ્લાસ્ટીકની આઈટમ વેચનાર વેપારી ઉપર આરોગ્ય શાળા દ્વારા દરોડા પાડ્યા હતાં. જેમાં ખાણી પીણીની લારીઓ, આઈસ્ક્રમી પાર્લર, ઠંડાપીણા, હોલસેલ રીટેલ પ્લાસ્ટીકની આઈટમ વેચાણનાર ઝપટે ચડ્યા હતાં. સ્થળ પર રૂા. રર૦૦/- નો દંડ વસુલ્યો હતો. જયારે રૂા. ૧પ૦૦નો પ્લાસ્ટીકના ઝબ્લા જપ્ત કરી આરોગ્ય શાળાએ કડક કાર્યવાહી હાથ ધરી હતી. આગામી દિવસોમાં આ કાર્યવાહી ચાલુ રહેશે તેમ આરોગ્ય વિભાગ પાસેથી જાણવા મળેલ છે.