મુંબઈના જાણીતા હિપ્નોટીસ્ટ ટ્્રેઈનર સાજન ગલાનીનો ભાવનગર ખાતે શનિ-રવિ દરમ્યાન હિપ્નોટીઝમ અંગેનો વર્કશોપ યોજાયો છે તે પુર્વે તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવેલ કે હિપ્નો૭ીઝમ કોઈ જાદુ નથી તે માત્ર વિજ્ઞાન છે અને કોઈપણ વ્યકિત અનુભવ કરી શકે છે.
સેલ્ફ હિપ્નોટીઝમ પ્રેકટીશથી વ્યકિત પોતે હળવાશ સાથે ઉમરમાં પણ તફાવત અનુભવી શકે છે અને તેનાથી તેનામાં કામ કરવાની સ્ફુર્તિ વધી જાય છે તેમણે માત્ર ૧૦ મિનિટની પ્રેકટીશ કરાવી અનુભવ કરાવ્યો હતો.
જાદુગરો તેમજ સાધુ બાવાઓ જડીબુટ્ટી તથા કેમીકલનો તથા કેમીકલનો ઉપયોગ કરી સમાવાળા વ્યકિતને સુન્ન બનાવી પોતાની વાત બનાવે છે. ઉદાહરણ આપતા સાધુ બાવાઓ જડ્ડીબુટી વાળો કાગળ કોઈના નાક સુધી લઈ જઈને સરનામું પુછે જેની સુગધથી વ્યકિત સુન્ન થઈ જાય જયારે જાદુગર કોઈને સ્ટેજ પર બોલાવી યુકિત કરી પોતાની વાત મનાવતા હોવાનું જણાવેલ. પરંતુ હિપ્નોટીઝમ કલાથી અદભૂત પરિણામ મેળવી શકાય તેમ પણ તેમણે જણાવ્યું હતું.