ભાવનગર મહાપાલિકા દ્વારા તાજેતરમાં વર્ષ ર૦૧૮-૧૯ની પ્રસિધ્ધ કરાયેલી મેજ ડાયરીનો મોટો જથ્થો શહેર ભાજપ કાર્યાલયમાં ખડકાયેલ જોવા મળ્યો હતો. ત્યારે મહાપાલિકાની ડાયરીનો જથ્થ્ શહેર ભાજપ કાર્યાલયે કેમ ? તેવી ચર્ચાઓ પણ થઈ રહી હતી. જો કે આ ડાયરીઓ ભાજપ સંગઠનના હોદ્દેદારોને તેમજ પદાધિકારીઓને આપવાની હોવા અંગે પણ ચર્ચાઓ થઈ રહી હતી.