સમગ્ર દુનિયા અત્યારે ગ્લોબલ વોર્મિંગનાં કારણે ચિંતાતુર છે. દિન-પ્રતિદિન સમગ્ર પૃથ્વીનાં તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. ગ્લોબલ વોર્મિંગનાં કારણે પર્યાવરણ તેની સંતુલન ગુમાવી રહ્યું છે. અતિશય ગરમી પડવી, અતિશય વરસાદ પડવો તથા ઋતુમાં અનિયમિત પરિવર્તન થવું વગેરે ઘટનાઓ સામાન્ય થઈ છે. ત્યારે આ બધા માઠા પરિણામોમાંથી એક માત્ર વૃક્ષો(જંગલો) જ બચાવી શકે તેમ છે.તેથી વધુ ને વધુ વૃક્ષા રોપણ થાય અને લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્નો ના ભાગ આજે સિહોર ફોરેસ્ટ વિભાગ દ્વારા રેલીનું આયોજન કરાયું હતું જે ફોરેસ્ટ વિભાગની કચેરી થી પ્રસ્થાન થઈ વડલા ચોક મેઈન બજાર પ્રગતેશ્વર રોડ ટાણા ચોકડી થી ફરી વડલા ચોક થઈને ફોરેસ્ટ ઓફિસ પરત ફરી હતી.