રાજુલા શહેર આજે ભગવા રંગે રંગાયું. ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ ઋત્વિજ પટેલનું ભવ્ય સ્વાગત શહેરના મેઈનગેટ કોટેશ્વર મહાદેવથી મહારેલી શહેરના રાજમાર્ગોથી માર્કેટ યાર્ડમાં જબરજસ્ત મહાસભા યોજાઈ.
રાજુલા શહેરને ગુજરાત પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ઋત્વિજભાઈ પટેલના આજે આગમનમાં સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી, જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ, જિલ્લા પ્રમુખ હીરાભાઈ હીરપરા, શહેર પ્રમુખ મયુરભાઈ, નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ ધાખડા, જિલ્લા પંચાયતના પુનાભાઈ ભીલ, દાદબાપુ કાતર દરબાર, કનુભાઈ ધાખડા, શહેર ભાજપ યુવા રવિ બલદાણીયા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ હર્ષ વસોયા, જિલ્લા યુવા પ્રમુખ આનંદભાઈ ભટ્ટ, કમલેશભાઈ મકવાણા, જાફરાબાદના ગૌતમભાઈ મોડાસીયા, સંજયભાઈ તથા ચૌહાણભાઈ, ભાજપ કાર્યાલય રાજુલા પીઢ અગ્રણી વિનુભાઈ મોડરડી, માર્કેટ યાર્ડ ચેરમેન જીગ્નેશભાઈ પટેલ, નગરપાલિકા ચેરમેન દિલીપભાઈ જોશી, શહેરના વિકાસ કાર્યમાં અગત્યનો ભાગ લેનાર મહેન્દ્રભાઈ ધાખડા તથા સાથી હોનહાર યુવા નેતા રણછોડભાઈ મકવાણા, ગોવિંદભાઈ ચૌહાણ, સંજયભાઈ કોટડી, શહેરના કમલેશભાઈ પરમાર જેની પ્રસંશનિય કામગીરી તેવા તાલુકા ભાજપ પ્રમુખ ભોળાભાઈ લાડુમોર, તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઈ બોસ, ચેરમેન અરજણભાઈ વાઘ, જિલ્લા પંચાયત સદસ્ય અરજણભાઈ લાખણોત્રા, નાગરીક બેન્ક પ્રમુખ લાલભાઈ મકવાણા, કનુભાઈ વરૂ, એસ.ટી. નિગમ જિલ્લા કોટીલાભાઈ, સુકલભાઈ બલદાણીયા, મશરૂભાઈ, કાછડીયાભાઈ સહિત રાજુલા, જાફરાબાદ અને ખાંભા તાલુકાના ભાજપ કાર્યકર્તાઓ દ્વારા આખુ શહેર ભગવા રંગે રંગાયું. જે પ્રદેશ ભાજપ યુવા પ્રમુખ ઋત્વિજ પટેલે જેની આજે નોંધ લેવાય તેવું સન્માન અને મહારેલી અને મહાસભા યોજાઈ.