શહેરના ઘોઘાગેટ ચોકમાંથી બે દિવસ પૂર્વે ચોરી થયેલ સ્કુટર સાથે સિહોરના શખ્સને એસઓજી ટીમે નેત્રની મદદથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકે શહેર તથા જીલ્લામાં બનતા ગુન્હાઓના ભેદ શોધી કાઢવા આપેલ સુચના અનુંસંધાને ભાવનગર નેત્ર પ્રોજેક્ટની મદદથી એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા તથા વિશ્વજીતસિંહ ઝાલાને મળેલ સંયુક્ત બાતમી હકિકત આધારે મયુર અરૂણભાઇ સોલંકી/કોળી ઉ.વ. ૧૯ રહે.ગોહિલનગર, ખોડીયાર પોટ્રીની પાસે ઘાંઘળી રોડ, શિહોર જી. ભાવનગરવાળાને શંકાસ્પદ અને કાગળ વિનાના એક સફેદ કલરના નંબર વિનાના એક્સેસ સ્કુટર કિ.રૂ઼ ૩૫,૦૦૦/- સાથે ઝડપી પાડેલ હતો કબ્જે કરેલ સ્કુટરના એન્જીન ચેચીસ નંબર આધારે નેત્ર સોફ્ટવેરની મદદથી ખરાઇ કરતા એકસેસ સ્કુટરનો રજી. નંબર જીજે ૪ સીકે ૦૭૨૫ નો હોવાનું જણાઇ આવેલ. ઇસમને સ્કુટર બાબતે પુછતા તેને સ્કુટર બે દિવસ પુર્વે ઘોઘાગેટ બીઝનેસ સેન્ટર પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હતી આરોપી વિરૂધ્ધ કાર્યવાહી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલ, જગદીશભાઇ મારૂ, પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા, વિશ્વજીતસિંહ ઝાલા, હરેશભાઇ ઉલવા, ખાસ નેત્ર કમાન એન્ડ કંટ્રોલ રૂમનો ટેકનીકલ સ્ટાફ જોડાયો હતો.