ભાવનગર શહેરના છેવાડાના પછાત વિસ્તાર એવા રૂવાપરી રોડ પર રહેતા અને નબળી આર્થિક પરિસ્થિતિના કારણે અભ્યાસ ન કરી શકતા બાળકોને રેઈનબો ફાઉન્ડેશન દ્વારા સ્કુલ બેગ, નોટબુક, કંપાસ, લંચબોક્સ સાથેની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રેઈનબો ફાઉન્ડેશન દ્વારા આવા બાળકોને સારૂ શિક્ષણ મળી રહે તેવા હેતુથી બાળશાળા પણ શરૂ કરવામાં આવી છે. જેમાં બાળકોને જ્ઞાન સાથે ગમ્મતની વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.