ભાવનગર શહેર ભાજપના ઉપપ્રમુખ એવા પ્રકાશ વાઘાણીએ પદ પરથી તથા ભાજપના સભ્ય પદેથી આજે શહેર ભાજપ પ્રમુખ સનતભાઈ મોદીને રાજીનામુ આપતા પ્રમુખે રાજીનામાનો સ્વીકાર કર્યો હતો.
મહાપાલિકાની ચૂંટણી સમયે કોંગ્રેસ પક્ષમાંથી વડવા વિસ્તારમાંથી ટીકીટ મળી હોવા છતા કોંગ્રેસમાંથી તેમ જેને સમયે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર પદેથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયેલા પ્રકાશ વાઘાણીનું તે સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રકાશ વાઘાણીને શહેર ભાજપ સંગઠનમાં ઉપપ્રમુખનો હોદ્દો પણ આપવામાં આવ્યો હતો. ભાજપ જોડાયા બાદ પોતાના વિસ્તારના લોકોને પોતાના વિસ્તારના લોકોને વિસ્તારના પ્રશ્નોનો નિરાકરણની ખાત્રી આપી હતી પરંતુ ભાજપમાં રહીને તે પ્રશ્નો ઉકેલાયા ન હોવાથી પોતાની જવાબદારી નિભાવી શકયા ન હોય આજે ભાજપમાંથી પદ તથા સભ્યપદેથી પ્રમુખ સનતનભાઈ મોદીને રાજીનામું આપ્યું હતું. અને પ્રમુખે પ્રેમથી સ્વીકારી પણ લીધું હતું ત્યારે વાઘાણી ફરીથી કોંગ્રેસમાં જોડાશે અને આગામી દિવસોમાં તેમને કોંગ્રેસ દ્વારા શહેર પ્રમુખ બનાવાય તેવી ચર્ચાઓ થઈ રહી છે.
પનીશમેન્ટ મળ્યાનો અનુભવ થતો
શહેર ભાજપ ઉપપ્રમુખ પદ સાથે ભાજપમાંથી રાજીનામું આપનાર પ્રકાશ વાઘાણીએ જણાવેલ કે કોંગ્રેસમાં પી.આઈ. હતો અને ભાજપમાં કોન્સ્ટેબલ થયો હોય તેમ ભાજપમાં પનીશમેન્ટ મળ્યાનો અનુભવ થતો હતો. ભાજપમાં અન્ય પક્ષમાંથી આવેલા લોકો સાથે અછુત પણાનો વ્યવહાર કરાતો હોવાનું પણ તેમણે અનુભવ્યું હોવાનું જણાવેલ.