ગાંધીનગર એલસીબી કચેરીથી પ્રાપ્ત વિગતોનુંસાર એલસીબી એએસઆઇ પુનભાઇ તથા આપોકો વિપુલભાઇ રામભાઇ રાયસણ વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા ત્યારે ગુડાનાં પંડિત દિનદયાલનગરનાં મકાનોની સોસાયટીમાં બ્લોક એ તથા એચનાં વચ્ચે ખુલ્લા જગ્યામાં પાર્ક સીએનજી રીક્ષા નં જીજે ૧ ડીવાય ૦૬૪૦માં દારૂ હોવાની બાતમી વિપુલભાઇને મળી હતી. ત્યાં પહોચી જઇને આ રીક્ષામાં તપાસ કરતા રૂ.૬ હજારની કિંમતનો ૧૨ બોટલ દારૂ મળી આવ્યો હતો. રીક્ષા તથા દારૂ મળીને રૂ.૫૬૦૦૦નો મુદ્દામાલ કબજે કરીને અજાણ્ય શખ્સ સામે ગુનો નોંધાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.